Loading...
GYANA EDUTECH PVT. LTD. Consultants is one stop solution for international medical studies. Established in 2002, the core activity lies in assisting students to make the right choice with regard to pursue higher medical education in overseas educational universities.
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન
ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.
વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી.
જાતિનો દાખલો
કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
એર ટીકીટની નકલ
વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ
એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે.
લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.
વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે.લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.
ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાના રહેશે. જિલ્લા કચેરી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે.
જો અધુરી વિગતો જણાશે / માંગ્યા મુજબની વિગતો નહીં હોય તો વિદ્યાર્થીને બાકી વિગતો રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી / વાલીએ માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
ત્યાર બાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય અર્થે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપશે.
વડી કચેરીએ મળેલ અરજીઓની ક્રમાનુસાર ચકાસણી કરવામાં આવશે.
પુર્તતા વાળી અરજીની પુર્તતા મંગાવવામાં આવશે, મંજૂરપાત્ર અરજીઓ મંજૂર કરવામાં આવશે, નામંજૂરપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓના આદેશ જિલ્લા કચેરી અને વિદ્યાર્થીને મોકલવામાં આવશે.
મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત જિલ્લા કચેરી પાસેથી મેળવી પોતાની / જામીનદારની મિલકત (અરજીમાં રજુ કરેલ છે તે) સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરો (મોર્ગેજ) કરાવવાની રહેશે.
અસલ રજીસ્ટર્ડ ગીરોખત રજુ થયા બાદ જિલ્લા કચેરી દ્વારા વિદ્યાર્થીને નાણાંની ચુકવણી માટે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવામાં આવશે.
વિદ્યાર્થીએ નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન આપવામા આવશે.
ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.
વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.
વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦લાખ કે તેથી ઓછી.
આર્થિક પછાત વર્ગનો દાખલો
કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬