શિષ્યવૃતિઓ
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના (MYSY, www.mysy.guj.nic.in)
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી માન્ય બોર્ડમાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 80PR કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક Rs. 6,00,000/- થી ઓછી હોય અને સરકાર માન્ય SFI કોલેજોમાં પ્રવેશ મળેલ હોય તેમને સરકારશ્રી દ્વારા નીચે મુજબની સ્કોલરશીપ મળવાપાત્ર છે.
1. MBBS, Dental: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા 2,00,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
2. આયુર્વેદિક, હોમિયોપેથીક, ફીઝીઓથેરાપી, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટીકસ, ઓડીયોલોજી, ઓક્યુપેશનલ થેરાપી, ફાર્મસી, વેટરનરી સાયન્સ અને B.Sc. નર્સિંગ: વાર્ષિક ટ્યુશન ફીની રકમનાં 50% અથવા Rs. 50,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
3. B.Sc., B.B.A: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા Rs. 10,000/- પૈકી જે ઓછું હોય તે મળવાપત્ર છે.
જો વિદ્યાર્થી ફેઈલ થશે અથવા 50% કરતા ઓછા માર્ક્સ આવશે તો તે સેમેસ્ટરમાં MYSY નો લાભ નહી મળે.
વિદ્યાર્થીએ સત્રની શરૂઆતમાં પૂરી ફી ભરવાની હોય છે. જ્યારે સરકારશ્રી દ્વારા અરજીની તારીખ જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીએ રૂબરૂમાં MYSY હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ જમા કરવવાના રહેશે. ત્યારબાદ આશરે એક માસની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જ સ્કોલરશીપની રકમ જમા થાય છે.
- SC/ST (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ) કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક 2,50,000/- થી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા ટ્યુશન ફીની 100% રકમની સ્કોલરશીપ દર વર્ષે આપવામાં આવે છે. જો વિદ્યાર્થીએ એડમિશન મળ્યા બાદ Freeship Card કધાવેલ હશે તો કોલેજ ખાતે કોઈ જ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. જો કોલેજ ખાતે ટ્યુશન ફી ભરેલ હોય તો બાદમાં સરકારશ્રી દ્વારા સ્કોલરશીપની રકમ જયારે કોલેજને મળે ત્યારે વિદ્યાર્થીએ ભરેલ ટ્યુશન ફી પરત કરવામાં આવે છે.
- NT/DNT (વિચરતી અને વિમુક્ત) જાતિઓના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક 2,00,000/- થી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા Rs. 50,000/- ની સ્કોલરશીપ દર વર્ષે આપવામાં આવે છે. પ્રવેશ મળ્યા બાદ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS, www.scholarships.gujarat.gov.in)
આ યોજના અંતર્ગત નીચેની કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક Rs. 4,50,000/- કરતા ઓછી હોય અને સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને આ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર છે.
1. રાજ્યના 50% થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ-12ની પરિક્ષા પાસ કરનાર કન્યાઓ
2. ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ,આંતકવાદ,નકસલવાદ જેવા કારણોસર ફરજ દરમ્યાન માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય/રાજ્યના અર્ધલશ્કરીદળોના અને અનામત પોલીસદળોના, ગુજરાત પોલીસદળના જવાનોના સંતાનો
3. ક્ષમિકકાર્ડ ધરાવતા ક્ષમિક વાલીના સંતાનો
4. 40% થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા વાલીઓના સંતાનો
5.વિધવા મહિલાના સંતાનો
6. અનાથ વિદ્યાર્થીઓ જેને માતા-પિતા બન્ને મરણ પામેલ હોય
7. ડીવોર્સી / ત્યકતા મહિલાના સંતાનો
આ યોજનામાં કુલ 2500 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે જેનાથી મેડીકલ આભ્યાસક્રમો માટે 250, પેરામેડિકલ અભ્યાસક્રમો માટે 250,સાયન્સ (PCB) કોલેજના અભ્યાસક્રમો માટે 100 સ્કોલરશીપ આપવામાં આવે છે.
1. MBBS : વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા Rs. 5,00,000/- પૈકી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે.
2. BDS, BAMS, BHMS & પેરામેડિકલ: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા 1,00,000/- પૈકી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે.
3. B.Sc.: વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા Rs.10, 000/- પૈકી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે.
CMSSની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY ઉપરાંત CMSSનો પણ લાભ મેળવી શકે છે.
- માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજના (માત્ર MBBS માટે)
રાજ્યમાં કન્યા કેળવણીને વિશેષ મહત્વ આપી કન્યાઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ તમામ મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને 50% ટ્યુશન ફી સહાય Rs. 2,00,000/- ની મર્યાદામાં MYSY યોજના હેઠળ અને બાકીની 50% ટ્યુશન ફીની સહાય માનનીય મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે. આમ કુલ Rs. 6,00,000/- ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે MYSYની એક જ અરજી કરવાની હોય છે.
List of Documents for MYSY (www.mysy.guj.nic.in, 079-26566000)
- આધારકાર્ડ
- ધોરણ-10 અને ધોરણ-12 માર્કશીટ
- એડમિશન લેટર
- ટ્યુશન ફી પહોચ / હોસ્ટેલ ફી પહોંચ
- સેલ્ફ ડીકલેરેશન (અસલમાં)
- વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું)
- કોલેજના લેટરહેડ પર કોલેજના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર (અસલમાં)
- બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનની નકલ
- ઇન્કમટેક્ષ રીટર્ન અથવા આવકવેરાને પાત્ર આવક નો હોવા અંગેનું સેલ્ફ ડીકલેરેશન (અસલમાં)
CMSS યોજના માટે ઉપરોક્ત પ્રમાણપત્રો ઉપરાંત વિદ્યાર્થી જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી કરે તેના પ્રમાણપત્રની નકલ જેની યાદી નીચે મુજબ છે.
1. શ્રમિક કાર્ડ
2. સૈનિક વેલ્ફેર બોર્ડનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
3. વિકલાંગતાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
4. જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
5. માતા-પિતા અલગ થયાના પુરાવા
6. માતા-પિતાના મરણનું પ્રમાણપત્ર
7. અનાથ આશ્રમનું પ્રમાણપત્ર
8. વિધવા હોવાનું પ્રમાણપત્ર
9. ત્યકતા હોવાનું Rs. 100/- સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ
એજ્યુકેશન લોન
હેતુઃ ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, પરીક્ષા ફી ઉપરાંત બુક્સ, સાધનો, યુનીફોર્મ, કોમ્પ્યુટર વગેરે ખરીદી માટે
૨કમ:
- Rs. 4,00,000/- સુધી જમીનની જરૂર નથી. ફીની રકમના ૧૦૦% સુધી લોન.
- Rs. 4,00,000/- થી Rs. 7,50,000 સુધી જમીનની જરૂર નથી. ફીની રકમના 95% સુધી લોન.
- Rs. 7,50,000/- થી વધુ માટે 110% કોલેટરલ સીક્યુરીટી. ફીની રકમના 95% સુધી લોન. (ફકત SBIમાં જ)
- રીપેમેન્ટ: ભણવાનું પૂરું થયા પછીના 1 વર્ષ અથવા નોકરી સરું થયાના ૬ મહિનામાંથી જે વહેલું હોય ત્યારથી રીપેમેન્ટ શરું થશે. 15 વર્ષના સમયગાળામાં Monthly EMI દ્વારા રીપેમેન્ટ કરવાનું રહેશે.
- વ્યાજનો દર: RBI દ્વારા નક્કી કરવામાં આવેલ MCLR આધારીત સાદું વ્યાજ વસુલવામાં આવશે. ગર્લ્સ માટે વ્યાજનો દર ૦.5% ઓછો હોય છે.
- વ્યાજની માફીની યોજના: જો વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક Rs. 4,50,000/- કરતા ઓછી હશે તો તેમણે અભ્યાસ દરમ્યાન વ્યાજ માફીની યોજના આવશે તો તેનો લાભ મળશે.
- એડમિશન મળ્યા બાદ પ્રથમ ફીની વ્યવસ્થા વિધાર્થીએ જાતે કરવાની રહેશે. ત્યાર બાદ જ લોનની કાર્યવહી થઈ શકે છે.
- ગેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ આગળ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે પણ લોન મળે છે. વધારાની લોનનો ચાલુ લોનમાં ઉમેરો થઈ લોનની રકમ અને ભરવાનો સમયગાળો વધી જાય છે.
![]() |
અભ્યાસ અધુરો છોડનાર વિદ્યાર્થીએ તાત્કાલીક ધોરણે લોનની ભરપાઇ કરવાની રહેશે અન્યથા બેંક કાયદેસરની કાર્યવાહી કરશે
લોનની ઓનલાઇન અરજી કરવા માટે vidyalaksmi.co.in ઓફલાઈન અરજી માટે જે-તે બેંકનો રૂબરૂ સંપર્ક કરવો.
