Gyana Edutech
Apply Now Call Now

શૈક્ષણિક વર્ષ 2019-20 થી અમલમાં આવેલ બોન્ડ ની રકમ તેમજ ઇન્ટર્નશીપ સિવાયની ગ્રામીણ સેવાની અવધિમાં ફેરફારની માહિતી.

Administrator May 20, 2026 5 min read

1. સરકારી મેડિકલ કોલેજોમાં MBBS અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં 1 વર્ષની (કામકાજના 365 દિવસ) ગ્રામ્ય સેવાઓ બજાવવાની બાહેંધરી રૂપે પ્રવેશ સમયે RS.20,00,000/- નો બોન્ડ રજુ કરવાનો રહેશે.

2. આ ઉપરાંત, GMERS અને SFI મેડીકલ કોલેજ માં પ્રવેશ મેળવતા અને રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓનો (MYSY,KKNY,Freeshipcard,etc.) લાભ લઇ ફી માં આંશિક અથવા સંપૂર્ણ સહાય કરનાર વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય માં ગ્રામ્ય વિસ્તારોમાં 1 વર્ષની (કામકાજના 365 દિવસ ) ગ્રામ્ય સેવાઓ બજાવવાની બાહેંધરી રૂપે પ્રવેશ સમયે RS.20,00,000/-નો બોન્ડ રજુ કરવાનો રહેશે.

3. આ ઉપરાંત, GMERS મેડીકલ કોલેજો માં MBBS અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ જેઓ એ ફી કમિટી દ્વારા નિર્ધારિત ફી ભરેલ હોય તેઓએ અભ્યાસ પૂર્ણ થયા બાદ સરકાર નિયુક્ત કરે ત્યાં 1 વર્ષની (કામકાજ ના 365 દિવસ) સેવા બજાવવાની બાહેંધરી રૂપે પ્રવેશ સમયે RS.2,00,000/- અથવા GMERS વખતો વખત ઠરાવે તે રકમનો બોન્ડ રજુ કરવાનો રહેશે.

4. બોન્ડની રકમ RS.20,00,000/- ની સામે RS.5,00,000/- ની બેંક ની ગેરંટી (કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંક અથવા છેલ્લા ૩ વર્ષની RS.40 CRORE થી વધુ ડિપોઝીટ ધરાવતી કોઈપણ શિડયુઅલ/નાગરિક બેંક) અથવા RS.5,00,000/- ની કિંમત ધરાવતી મિલકત ની ગેરંટી 7 વર્ષ માટે આપવાની રહેશે.

5. બોન્ડ ની રકમ RS.20,00,000/- અને બેંક/ મિલકત ની રકમ RS. 5,00,000/- ના તફાવત જેટલી રકમ એટલે કે RS.15,00,000/- માટે RS.300/- ના નોટરાઇઝડ સ્ટેમ્પ પેપર પર બાહેંધરી આપવાની રહેશે.

6. અતિ ગરીબ અને ક્ષમતા ન ધરાવતા વાલી ના ખાસ કિસ્સા માં નિયત બેંક ગેરંટી અથવા મિલકત ગેરંટી રજુ કરવામાંથી મુક્તિ મળી શકશે. જે અંગેની સત્તા સરકારશ્રીની રહેશે. આવા વિદ્યાર્થીઓને RS.20,00,000/-ની બોન્ડની બાહેંધરી RS.300/- ના નોટરાઇઝડ સ્ટેમ્પ પેપર પર આપવાની રહેશે.

7. SFI કોલેજોમાં આભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ કે જે કોઈપણ સરકારી યોજનાનો લાભ કે સરકારી સ્કોલરશીપ લેતા નથી તે વિદ્યાર્થીઓએ પણ ભણવાનું પૂરૂ થયા પછી કોઈપણ પ્રકાર નો બોન્ડ ભરવાનો થતો નથી.

મહત્વના અન્ય નિયમો અને શરતો

  1. સેવા ક્યારે શરૂ કરવાની રહે છે?: વિદ્યાર્થીએ પોતાની ઇન્ટર્નશીપ પૂર્ણ કર્યા બાદ તુરંત જ અથવા સરકાર દ્વારા ઓર્ડર મળ્યેથી આ ગ્રામીણ સેવા (Rural Tenure) શરૂ કરવાની રહે છે.
  2. ઉચ્ચ અભ્યાસ માટે છૂટછાટ: જો કોઈ વિદ્યાર્થી MBBS પૂર્ણ કર્યા બાદ તરત જ PG (અનુસ્નાતક) માં પ્રવેશ મેળવે છે, તો તેની ગ્રામીણ સેવા પીજીનો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે. પીજી પૂર્ણ કર્યા બાદ તેણે આ સેવા આપવાની રહે છે.
  3. નિયમનો ભંગ: જો કોઈ વિદ્યાર્થી ગ્રામીણ સેવા અધવચ્ચેથી છોડી દે અથવા સેવામાં હાજર ન થાય, તો બોન્ડની પૂરેપૂરી રકમ વસૂલવા પાત્ર બને છે અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


Share this article

Ready to Start Your Medical Journey?

Get free counseling from our experts and take the first step towards becoming a doctor.

Call WhatsApp Apply